Breaking News
recent

અન્ય કોમોની સરખામણીમાં મુસ્લિમોમાં છૂટાછેડાનો દર ઓછો



(એજન્સી)                     તા.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની મહિલા પાંખે શનિવારે દાવો કર્યો કે અન્ય કોમોની સરખામણીમાં મુસ્લિમોમાં છૂટાછેડાનો દર ઓછો છે અને ત્રિપલ તલાકનો મુદ્દો ખોટી રીતે ઉોછાળવામાં આવી રહ્યો છેદેશમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા જિલ્લાઓના ફેમિલી કોર્ટમાંથી એકત્રિત માહિતી આપતા પાંખના પ્રમુખ આયોજક અસ્મા ઝોહરાએ કહ્યું કે ઈસ્લામ હેઠળ મહિલાઓ સુરક્ષિત છે. જે મુસ્લિમ મહિલાઓના છૂટાછેડાની માંગના ઓછા દરની પ્રતિબિંબિત થાય છે. ટિપ્પ્ણીઓ ત્રિપલ તલાક અંગેની ચર્ચા બાદ આવી છે મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ છે અને તે તેના કાનૂની પાસાઓને ધ્યાનમાં લેશે. તેણેએ જણાવ્યું કે ફેમિલી કોર્ટ પાસેથી માહિતી એકત્રિત કરવાનું કાર્ય ગયા વર્ષે મે મહિનામાં શરૂ થયું હતું જે હેઠળ ર૦૧૧થી ર૦૧પના પાંચ વર્ષોમાં મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓની ફેમિલી કોર્ટમાંથી આરટીઆઈ દ્વારા આંકડાકીય માહિતી મેળવવામાં આવી.
અમે અહેવાલને સંકલિત કર્યો જે દર્શાવે છે કે મુસ્લિમ કોમમાં છૂટાછેડાનો દર ન્યૂનતમ છે. તેના સાથે અમે વિવિધ દારૂલ કાઝાની વિગતો એકઠી કરી જે દર્શાવે છે કે છૂટાછેડા સંબંધિત માત્ર રથી ટકા કેસોમાં છૂટાછેડા માટે મહિલાઓએે પહેલ કરી છે.
દારૂલ કઝાએ ઈસ્લામિક શરિયત કોર્ટ છે.
મુસ્લિમ મહિલા સંશોધન કેન્દ્રએ મહિલાઓ માટેની શરિયાહ સમિતિના સહયોગથી અહેવાલ તૈયાર કર્યો છે. તે અનુસાર મુસ્લિમોમાંં છૂટાછેડાના કેસો ૧૩૦૭ છે જ્યારે હિન્દુમાં ૧૬,પ૦પ છે. જિલ્લાઓમાં ખ્રિસ્તીઓમાં છૂટાછેડાના કેસો ,૮ર૭ છે અને શીખોમાં છે.
આંકડાઓ કન્નુર (કેરાલા), નાસિક (મહારાષ્ટ્ર), કરીમનગર (તેલંગાણા) ગુન્ટુર (આંધ્રપ્રદેશ), સિકંદરાબાદ (હૈદરાબાદ), મલ્લ્પ્પુરમ (કેરેલા), આઠ રાજ્યોના આંકડાઓ એકઠા કરવામાં આવ્યા હતા. ત્રિપલ તલાકનો મુદ્દો તાજેતરના વર્ષોમાં ઉઠ્યો છે અને તેનું રાજનીતિકરણ કરવામાં આવ્યું રહ્યું છે. મુદ્દાને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. ઈસ્લામે મહિલાઓને કેટલીક સ્વતંત્રતાઓ આપેલી છે અને તેઓ કોમમાં સુરક્ષિત છે તેમ તેણીએ જણાવ્યું હતું.
તેણીએ કહ્યું કે દહેજ, ઘરેલુ હિંસા, બાળલગ્ન જેવા સળગતા પ્રશ્નો દરેક કોમમાં છે. મુદ્દાઓનો યોગ્ય નિકાલ લાવવો જોઈએ.

કાર્ય કરતી મુસ્લિમ મહિલાઓના મુદ્દે તેણીએ કહ્યું કે તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ.
asd

asd

Powered by Blogger.